ઉના:ઉનાના દરિયાઇ પટ્ટી પર બપોરે ફરી ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે ઉનાના નવાબંદરનો દરિયો ગાંડોતૂર બન્યો છે આથી દરિયામાં 10થી 12 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે નવાબંદર ખાતે કાંઠે લાંગરેલી બોટને દરિયાના મોજાએ ખેંચી લેતા તેમાં સવાર 7થી 8 લોકો ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું છે મોજાની તાકાત એટલી હતી કે દોરડું તોડી બોટને દરિયામાં ખેચી લીધી હતી