પશ્ચિમ બંગાળમાં કાર્યકર્તાઓની હત્યાના વિરોધમાં ભાજપે બુધવારે કોલકાતાના લાલ બજારમાં આવેલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું આ દરમિયાન અમુક લોકોએ બેરેક તોડવાનો પ્રયત્ન કર્યો હતો અને તેને રોકવા પોલીસે ટીયરગેસના સેલ છોડ્યાં હતા તેમજ ટેન્કર દ્વારા પાણીનો મારો કર્યો હતો બીજેપી કાર્યકર્તાના વિરોધ-પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 3 હજારથી વધારે જવાન તહેનાત કરવામાં આવ્યા હતા ભાજપના નેતા મુકુલ રોયનો આરોપ છે કે, 8 જૂન રાત્રે તૃણમૂલ સમર્થકોએ બશીરહાટમાં તેમના 4 કાર્યકર્તાઓની ગોળી મારીને હત્યા કરી દીધી હતી