વડાપ્રધાન મોદીએ 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગા ડે પહેલા આજે એક વીડિયો ટ્વિટ કર્યો છે જેમાં તેઓ એનિમેટેડ સંસ્કરણ વક્રાસન કરતા જોવા મળ્યા વીડિયોમાં મોદીએ કહ્યુ છે કે આ આસન રીઢ હાડકાઓને નરમ થવામાં મદદ કરે છે, આ એનિમેટેડ વીડિયોમાં વક્રાસન કરવાની દરેક બારીકાઈને ઘણી વિસ્તારથી સમજાવાઈ છે અને સાથે જ તેના ફાયદાઓ સમજાવાયા છે સાથે જ પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે શું તમે વક્રાસનનો અભ્યાસ કર્યો છે? તેના અસંખ્ય અને લાંબા સમય સુધી થનારા લાભ છે આ વીડિયો જુઓ