એટીએમમાંથી અચાનક જ નીકળવા લાગી નોટ, લોકો જોતા રહ્યા

2019-06-12 516

લંડનના બોન્ડ સ્ટ્રીટ ટ્યૂબ ટ્રેન સ્ટેશન પર લાગેલા એક એટીએમમાંથી અચાનક જ નોટોનો વરસાદ થવા લાગ્યો હતો એટીએમમાંથી આ રીતેધડાધડ રીતે બહાર પડતી 20 પાઉન્ડની કરન્સીને જોઈને ત્યાં રહેલા પેસેન્જર પણ નવાઈ સાથે તે તરફ ઉમટ્યા હતાલોકોના વધતા ધસારાનેકારણે ત્યાં ફરજ પર હાજર સિક્યોરિટી ગાર્ડે પણ હાથની આડશ બનાવીને લોકોને એટીએમથી દૂર રાખવાના પ્રયત્ન કર્યા હતા તો સાથે જ તેનીબાજુમાં ઉભેલો એક શખ્સ આ નોટોને પગથી ખસેડીને બેગ પાસે લાવી રહ્યો હતો સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા આ વીડિયોને જોઈનેયૂઝર્સને પણ નવાઈ લાગી હતી કે આ રીતે અચાનક જ નોટો બહાર નીકળવાનું કારણ શું હોઈ શકે જો કે આ મામલે ન્યૂઝ એજન્સીઓએ પણઅલગ અલગ કારણો કહ્યા હતા કોઈએ કહ્યું હતું કે આ ફૂટેજ જોઈને લાગે છે કે આ મશીન જેકપોટિંગ બગની ઝપેટમાં આવી ગયું હશે તો અન્યએક એજન્સીએ કહ્યું હતું કે જે કંપનીએ આ મશીન બનાવ્યું છે તેમના મતે નક્કી કોઈએ અહીંથી અઢળક કેશ વિડ્રો કરી હશે જેના કારણે જ આમશીન હજુ પણ કરન્સી બહાર નીકાળી રહ્યું છે આ વીડિયો વાઈરલ થતાં બિટકોઈન કંપનીના માલિક અને સીઈઓ એડમ ગ્રામોવ્હિસ્કીએ કહ્યુંહતું કે લાગે છે કે અમારું મશીન યૂકેની નાની નાની નોટોને રાખવામાં પરેશાની અનુભવી રહ્યું છે જો કે વીડિયોમાં એટીએમ પાસે ઉભા રહીનેપગેથી કરન્સી ભેગી કરતા શખ્સે જ આ પૈસા ઉપાડ્યા હોવાની શક્યતાને પણ નકારી શકાતી નથી

Videos similaires