એલિસબ્રિજ પરથી બે ટૂકડામાં મૃતદેહ મળ્યો, બાકીના અવશેષો માટે પોલીસની નદીમાં શોધખોળ

2019-06-11 897

અમદાવાદઃ શહેરના એલિસબ્રિજ પર આવેલા માણેકબુર્જની પાસેથી આજે સવારે 11 વાગ્યાની આસપાસ એક મૃતદેહના સળગેલા અવશેષો મળી આવ્યા હતાઆ અવશેષોને જોતા કોઇ વ્યક્તિની હત્યા કરીને સળગાવીને મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાની શંકાના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી મૃતદેહના બાકીના અવશેષો શોધવા માટે પોલીસ દ્વારા નદીમાં તેમજ બ્રિજની નીચેના ભાગે તપાસ કરવામાં આવી હતી પોલીસે જણાવ્યા મુજબ, લાશ ત્રણ-ચાર દિવસ જૂની હોઇ શકે છે લાશ કોની છે તે અંગે માહિતી મેળવવા એફએસએલની પણ મદદ લેવામાં આવી છે દર વખતની જેમ આ વખતે પણ પોલીસ તપાસમાંથી હાથ અધ્ધર કરવા એક બીજા પોલીસ સ્ટેશનની હદનો વિવાદ કરવામાં આવ્યો હતો, છેવટે ચાર કલાકની હદની બબાલ બાદ ગાયકવાડ હવેલી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે

Videos similaires