ગુજરાતમાં 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી 110 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે, 38 ગામો એલર્ટ

2019-06-11 6,596

રાજકોટ:અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થઇ રહ્યું છે વાવાઝોડાને ‘વાયુ’ નામ આપવામાં આવ્યું છે 100થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે 12 જૂનની રાત્રે 2 વાગ્યા પછી દીવ પાસેના વણાકબારા-સરખાડીથી ગુજરાતના દરિયા કાંઠે 110 કિમીની ઝડપે આ વાવાઝોડું ત્રાટકશે રાજ્ય સરકારે સંભવિત વાવાઝોડાંગ્રસ્ત 39 ગામોને એલર્ટ લેવાની સૂચના આપી છે અને તમામ જિલ્લા કલેક્ટરોને જરૂર પડ્યે સ્થળાંતર કરવાના આદેશ કર્યો છે