વડોદરાના બાલ ભવન પાસે ઘાસમાં લાગેલી આગ ફાયર બ્રિગેડે કાબૂમાં લીધી

2019-06-10 719

વડોદરાઃ વડોદરા શહેરના કમાટીબાગ બાલ ભવન પાસેના ઘાસમાં એકાએક આગ ફાટી નીકળી હતી દાંડિયા બજાર ફાયર બ્રિગેડને બનાવની જાણ થતાં જ સબ ફાયર ઓફિસર રોહિત વિગોરા સ્ટાફ સાથે દોડી ગયા હતા અને પવનના કારણે આગ વધુ પ્રસરે તે પહેલાં પાણી મારો ચલાવી આગને કાબુમાં લઇ લીધી હતી ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે, બાલ ભવન પાસેના ઘાસમાં જ આગ લાગી હતી આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ જો આગ વધુ પ્રસરી હોત તો વધુ નુકસાન થઇ શક્યું હોત જોકે, આગ વધુ પ્રસરે તે પહેલાં ફાયર બ્રિગેડ દ્વારા આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી આગમાં કોઇ જાનહાની થઇ નથી

Videos similaires