ભારતને 2011નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર યુવરાજ સિંહે સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે યુવરાજે 2011ના વર્લ્ડ કપમાં 9 મેચમાં 9050ની સરેરાશથી 362 રન અને 15 વિકેટ ઝડપી હતી તે વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સીરીઝ બન્યો હતો
2011 વિશ્વ કપમાં યુવરાજ સિંહ કેન્સરની બીમારીથી ત્રસ્ત હતો જો કે તેને કોઈને આ વાતની જાણ થવા દીધી ન હતી ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ક્વાર્ટર ફાઈનલ પહેલાં ડોકટરોએ યુવરાજને ન રમવાની સલાહ આપી હતી, પરંતુ ત્યારે યુવરાજ ન માત્ર મેદાનમાં ઉતર્યો પરંતુ ભારતની જીતનો હીરો પણ બન્યો ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં યુવીએ 57 રન કર્યા હતા આ સાથે જ યુવરાજે તેના ઓફિશિયલ અકાઉન્ટ પર તેની જર્નીનો વીડિયો શેર કર્યો હતો આ વીડિયોના માધ્યમથી તેણે તેના જીવનના ઘણા બધા પાસા પર પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન કર્યો હતો