12 જૂનની સાંજે ગુજરાતના દરિયાકાંઠે 'વાયુ' નામનું વાવાઝોડું ત્રાટકશે, આવતીકાલથી NDRFની ટીમ તૈનાત

2019-06-10 9,927

અમદાવાદ: સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12થી 14 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અરબી સમુદ્રમાં સર્જાયેલી ડીપ ડિપ્રેશન સિસ્ટમથી રાજ્યભરમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે આ વાવાઝોડાને ‘વાયુ’ નામ આપવામાં આવ્યું છે વાયુ વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે આ વાવાઝોડું 12મી જૂનના મોડી સાંજે ત્રાટકી શકે છે જેથી કચ્છથી સૌરાષ્ટ્ર અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 100 કિમીની ઝડપથી પવન ફૂંકાશે અને ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે અસરગ્રસ્ત વિસ્તારો માટે NDRFની ટીમો રવાના કરી દેવામાં આવી છે જે આવતીકાલથી તૈનાત કરી દેવામાં આવશે પ્રવાસીઓ બીચ પર ન જાય તેવી સૂચના પણ આપવામાં આવી છે