શિવસેનાના સંજય રાઉતે કહ્યું- હવે મોદી જ કોર્ટ અને જજ, રામ મંદિર બનીને રહેશે

2019-06-10 1

અયોધ્યામાં રામ મંદિર વિશે ફરી હલચલ શરૂ થઈ ગઈ છે સુપ્રીમ કોર્ટમાં આ કેસ પેન્ડિંગ હોવા છતા શિવસેનાના એમપી સંજય રાઉતે આ વિશે એક મોટું નિવેદન આપી દીધું છે ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ પહોંચેલા સંજય રાઉતે કહ્યું છે કે, હવે વડાપ્રધાન મોદી જ કોર્ટ છે અને તેઓ જ જજ છે હવે તો અયોધ્યામાં રામ મંદિર બનીને જ રહેશે

શિવસેના સાંસદે કહ્યું છે કે, રામ મંદિરના નિર્માણનો શુભ સમય આવી ગયો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રામ મંદિરના નિર્માણનું કામ શરૂ થઈ ગયું છે શિવસેના નેતાએ કહ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિર થઈ ને જ રહેશે તેમણે તો ત્યાં સુધી કહી દીધું છે કે, બીજેપી વારંવાર મંદિરના નામે જનતા પાસે વોટ ના માંગી શકે

Videos similaires