10 રૂપિયાની સાડીનો સેલ લાગતાં જ મહિલાઓ ઉમટી, પોલીસે દુકાન જ બંધ કરાવી

2019-06-10 4,218

એવું કહેવાય છે કે જે ક્યાંય જોવા પણ ના મળે તે ઉલ્હાસનગરમાં તો મળી જ જાય, બસ આજ શબ્દોને સાર્થક કરે તેવો નજારો મુંબઈનાઉલ્હાસનગરમાં આવેલી દુકાનમાં જોવા મળ્યો હતો માત્ર 10 રૂપિયામાં સાડી વેચી રહેલા આ સેલે આખા મુંબઈમાં હલચલ મચાવી દીધી હતી શહેરમાં ક્યાંક પણ સેલ લાગે ને મહિલાઓને ખબર ના હોય તેવું બને જ નહીં એમાં પણ અહીં તો સાડીઓને સેલ હતો અને એ પણ માત્ર દસ રૂપિયામાં બસ પછી રંગ ક્રિએશન નામની આ દુકાનમાં મહિલાઓથી લઈને મીડિયા પણ ઉમટી પડ્યું હતું દુકાનદારના મતે આવો સસ્તો સેલ કરવાનું કારણ પણ સમાજસેવા જ હતી જોતજોતામાં તો આ 10ની સાડીવાળો સેલ એટલો બધો પ્રચલિત થયો હતો કે ત્યાં મહિલાઓનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં દુકાનની અંદર તો જવાની જગ્યા જ નહોતી ને બહાર પણ એટલી લાઈનો કે ઠેર ઠેર ટ્રાફિકજામ જોવા મળ્યો હતોઅંતે પોલીસે પણ આકરી કાર્યવાહી કરીને સાત દિવસ ચાલનારા આ સેલના ચોથા દિવસે જ પાટિયા પડાવી દીધા હતા આવું કરવાનું કારણ એક જ હતું કે આટલી ભીડને કારણે કોઈ મોટી દુર્ઘટના પણ થઈ શકે સેલ બંધ થઈ જતાં એવી મહિલાઓએ પોતાનો બળાપો કાઢ્યો હતો જેસવારથી લાઈનમાં ઉભી હતી ને તેમનો નંબર આવતાં જ પોલીસે દુકાન બંધ કરાવી હતી

Videos similaires