ઓક્ટાપેડની કોન્ટેસ્ટમાં મોરબીનો યુવા કલાકાર દેશમાં પ્રથમ

2019-06-10 356

મોરબી:એક ગુજરાતી કહેવત છે કે મોરનાં ઈંડા ચિતરવા ન પડે માતા-પિતા જો કોઈ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવી હોય તો સંતાન પણ પોતાના હુનરથી કંઈક અલગ ઓળખ ઉભી કરતા હોય છે મોરબીના મ્યુઝીશિયન પિતાનાં પુત્રે પણ સંગીત ક્ષેત્રે પોતાની અનોખી સિદ્ધિ રજૂ કરી હતી મોરબીનાં યુવા કલાકારે પોતાની કાબેલિયતથી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પરચમ લહેરાવી ચૂક્યા છે ત્યારે તાજેતરમાં રોલેન્ડ ઓક્ટાપેડ નામના ઇલેક્ટ્રિક ડ્રમ વાદ્યની ઓલ ઇન્ડિયા લેવલની લુપ કોન્ટેસ્ટમાં મોરબીના યુવાન પ્રથમ આવી મોરબી સહિત સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે