અગ્નિકાંડના 15 દિવસ બાદ DGP સુરત પહોંચ્યા, કહ્યું-તક્ષશિલા મામલે કડક પગલાં લેવાશે

2019-06-10 266

સુરતઃડીજીપી શિવાનંદ ઝા સુરતની મુલાકાતે આવ્યા છે અને પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેમાં સુરત સિટી અને સુરત રેન્જના તપાસણીની નોટ રીડિંગ માટે અને ક્રાઈમ બાબતના મુદ્દાને ચર્ચા કરવામાં આવ્યા હતાદરમિયાન ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ખટોદરા કસ્ટોડિયલ ડેથ એ કમનસીબ બનાવ છે કોઈને છોડવામાં નહીં આવે તક્ષશિલા અગ્નિકાંડમાં પણ કડક પગલાં લેવામાં આવશે અને પુરાવાના આધારે પણ તપાસ કરી સંડોવાયેલાઓ સામે પગલાં લેવામાં આવશે અત્રે ઉલ્લેખનિય છે કે, તક્ષશિલા અગ્નિકાંડના 15 દિવસ બાદ ડીજીપી સુરતની મુલાકાતે પહોંચ્યા છે

Videos similaires