કર્ણાટકમાં વરસાદના દેવતાને પ્રસન્ન કરવા અને રાજ્યમાં સારો વરસાદ પડે એ હેતુથી ઉડ્ડુપીમાં બે દેડકાના લગ્ન કરાવાયા, આ વિવાહ કરાવનાર ન્યાસના મહાસચિવ નિત્યાનંદ ઓલાકુડૂએ તેને માનડૂકા કલ્યાણોત્સવ ગણાવ્યો, જેમાં કલસંકાના દેડકાની વરૂણ અને કિલિંજીના કોલાલાગિરીની દેડકી વર્ષાને પતિપત્નિ ઘોષિત કરાયા, બંનેની પૂજા કરાવાઈ, વરઘોડો નિકળ્યો અને હોટલમાં જમણવાર પણ કરાવાયો હતો