ચીનના નવા પ્રત્યાર્પણ કાયદાના વિરોધમાં હોંગકોંગમાં મોટું શાંતિપૂર્ણ પ્રદર્શન સોમવારે પોલીસ કાર્યવાહી બાદ હિંસાત્મક બની ગયું આયોજનકર્તાઓએ જણાવ્યું કે હોંગકોંગમાં વર્ષ 1997 બાદ અત્યાર સુધીનું આ સૌથી મોટું પ્રદર્શન છે જેમાં 10 લાખથી વધારે લોકો જોડાયા છે આ પહેલા 1997માં હોંગકોંગને ચીનને સોંપવાના સમયે સૌથી મોટું પ્રદર્શન કરવામાં આવ્યું હતું પ્રદર્શનકર્તાઓએ સરકાર પાસેથી પ્રત્યર્પણ કાયદાને તેમની યોજનાને પરત લેવાની માગ કરી છે હોંગકોંગના ચીન સમર્થક નેતા એક બિલ પર ભાર આપી રહ્યાં છે જેમાં આરોપીઓ પર કેસ ચલાવવા માટે તેમને ચીન પ્રત્યર્પિત કરવા માટેની જોગવાઈ છે પરંતુ આ પ્રસ્તાવને લઇને ઘણી ધમાલ મચી અને તેના વિરોધમાં શહેરના વિવિધ વર્ગોના લોકો એકજૂટ થઇ ગયા અને રસ્તા પર ઉતરી આવ્યા