અમદાવાદ: તાજેતરમાં જ વીએસ હોસ્પિટલની નર્સે એક માસૂમનો હાથનો અંગૂઠો કાપી નાખ્યો હતો ઘટના બાદ નર્સ ફરાર થઇ ગઇ હતી, જ્યારે હોસ્પિટલના સ્ટાફે બાળકી ટ્રીટમેન્ટ કરવાની જગ્યાએ તેને ઘરે લઇ જવાનું કહીં દીધું હતું ત્યારે કાલે મોડી રાત્રે ફરીએક વીએસ હોસ્પિટલની લાપરવાહી સામે આવી છે
જુહાપુરામાં રહેતી એક મહિલા પેટની સારવાર અર્થે હોસ્પિટલમાં આવી હતી, જ્યાં તેને બે કલાક બેસાડી રાખ્યા બાદ પણ ડોક્ટરો દ્વારા કોઇ ટ્રીટમેન્ટ આપવા આવી ન હતી મહિલાનો પેટનો દુખાવો વધી જતા તેને તાત્કાલિક અન્ય ખાનગી હોસ્પિટલમાં જઇ જવામાં આવી હતી મહિલાના પરિવાજનોએ વીએસના ડોક્ટરોની ફરિયાદ નોંધાવતા તકરાર જેવો માહોલ સર્જાયો હતો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, મહિલાની ફાઇલ ફેંકી દઈ કહેવામાં આવ્યું કે, અહીં ટ્રીટમેન્ટ નહીં કરવામાં આવે