અમીરગઢના ઝાબા ગામે યુવકને થાંભલા સાથે બાંધી ફટકાર્યો, વચ્ચે પડેલી માતાને પણ ઇજા

2019-06-09 302

અમીરગઢઃબનાસકાંઠામાં સામાજિક સમરસતાના માહોલને બગાડતી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે જિલ્લાના અમીરગઢ તાલુકાના ઝાબા ગામે એક યુવાનને થાંભલા સાથે બાંધી ફટકારવાની ઘટના પ્રકાશમાં આવી છે ઘટનાને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે આ ઘટનાના આરોપીઓને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કરી દીધા છેબનાવની વિગતો એવી છેકે, ઝાબા ગામના ચાર શખ્સો ધનાભાઈ કાળાભાઈ વાસીયા, રણછોડભાઈ ચેલાભાઈ વાસીયા, ફતાભાઈ ખીમાભાઈ વાસીયા અને આશાભાઈ વાધાભાઈ વાસીયાએ જૂની અદાવતમાં પનાભાઈ વાસીયા નામના યુવકને લોખંડના થાંભલા સાથે બાંધી લાકડીઓ વડે માર માર્યો હતો

Videos similaires