હાથીઓના ટોળાએ મદનિયાની સ્મશાન યાત્રા કાઢી, યૂઝર્સ ભાવુક થયા

2019-06-09 19,548

સામાન્ય રીતે તો એવી માન્યતા છે કે મરેલા પાછળ શોક માણસો જ મનાવે પણ વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને તમે પણ સ્વીકારશો કેહાથીને પણ પોતાનાઓના મોત પર દુ:ખ થાય છે ટ્વિટર પર પ્રવિણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે આ ઈમોશનલ વીડિયો અપલોડ કર્યોહતો હૃદયસ્પર્શી વીડિયોના કેપ્શનમાં તેમણે લખ્યું હતું કે આ દૃશ્ય તમારા દિલને સ્પર્શી જશે હાથીઓના ટોળાએ મદનિયાના મોત બાદ સ્મશાનયાત્રા પણ નીકાળી હતી આ પરિવાર તેમના સંતાનને એકલું છોડવા નથી માગતો આ લાગણીસભર વીડિયોમાં પણ જોઈ શકાય છે કે રોડનાકિનારે મદનિયાને મૂકીને હાથી ઉભો રહી જાય છે આ હાથી રાહ જોઈ રહ્યો છે તેના અન્ય સભ્યોની બધા જ ત્યાં આવી જતાં તેઓ ફરી તે
મદનિયાના મૃતદેહને લઈને જંગલમાં ઓઝલ થઈ જાય છે જોતજોતામાં જ આ વીડિયો વાઈરલ થયો હતો જેમાં યૂઝર્સે પણ કોમેન્ટ્સના માધ્યમથીકહ્યું હતું કેઆ અબોલ જીવનો પ્રેમ જોઈને માણસોમાં જ મરવા પડેલી માણસાઈ જીવંત થાય તેવી આશા વ્યક્ત કરી હતી

Videos similaires