વડોદરાના સાવલીમાં કેમ્પસ ઈન્ટરવ્યૂમાં 270 જગ્યા માટે 3 હજાર એન્જિનિયરો ઉમટ્યાં

2019-06-08 323

વડોદરાઃસાવલી ખાતે આવેલી એન્જિનીયરીંગ કોલેજમાં આયોજીત કેમ્પસ ઇન્ટરવ્યુંમાં શિક્ષીત બેરોજગાર એન્જિનીયરોનો રાફડો જોવા મળ્યો હતો 270 વિવિધ જગ્યાઓ માટે 3000 ઉપરાંત યુવાનો નોકરી માટે ઉમટી પડ્યા હતા સાવલી ખાતે આવેલી ભાજપાના અગ્રણી ધર્મેશ પંડ્યાની કેજે આઇટી એન્જિનીયરીંગ કોલેજ કેમ્પસમાં આજે એન્જિનીરીંગની 270 જેટલી જગ્યાઓ માટે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં કેમ્પસ ઇન્ટરવ્યુંનું આયોજન કરવામાં આવ્યું હતું