માંદગીનું ઘર સિવિલ હોસ્પિ. બીજા દિવસે વિવાદમાં, પીવાનાં પાણીમાં જીવાત હોવાનો વીડિયો વાયરલ

2019-06-08 347

રાજકોટ:સતત બીજા દિવસે રાજકોટની સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે હોસ્પિટલમાં દર્દીઓ માટે જે પીવાનું પાણી આપવામાં આવે છે તે પાણીમાં જીવાત હોવાનું સામે આવ્યું છે જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે દર્દીઓ સારવાર લેવા માટે હોસ્પિટલમાં આવતા હોય છે પરંતુ હોસ્પિટલમાં જ આ પ્રકારનું જીવાતવાળુ પાણી જોવા મળતા સિવિલ હોસ્પિટલ સામે અનેક સવાલો ઉભા થયા છે મહત્વનું છે કે ગઈકાલે દર્દી સાથે ડોક્ટરની ગેરવર્તુણૂકનો વીડિયો વાયરલ થયો હતો ત્યારે ફરી આજે જીવતાવાળા પાણીનો વીડિયો વાયરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે

Videos similaires