પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોનાં ઉપવાસ, ઢોલ-નગારા વગાડી વિરોધ, 2 ખેડૂતની તબિયત લથડી

2019-06-08 221

રાજકોટ:શહેરના બેડી માર્કેટ યાર્ડ ખાતે પાક વીમા મુદ્દે સતત ત્રીજા દિવસે ખેડૂતોએ ઉપવાસ ચાલુ રાખ્યો છે 12 ખેડૂતો પોતાની માંગણી સાથે ઉપવાસ પર બેઠા છે જેમાંથી બેની હાલત લથડી હોવાનું સામે આવ્યું છે કિશોરભાઈ લક્કડ અને કિશોરભાઈ સગપરીયાની તબિયત લથડી છે આમરણ ઉપવાસ પર સરકારને જગાડવા માટે ખેડૂતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રહ્યાં છે ખેડૂતો ઢોલ,નગારા,જાલર અને ડંકા વગાડી બેહરી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે હાલ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને જે ખેડૂતોની તબિયત ખરાબ છે તેની સારવાર કરી રહી છે તો પાક વીમા મુદ્દે ઉપાવાસ પર બેઠેલા ખેડૂતોને મળવા માટે લલિત વસોયા પણ પહોંચી ગયા છે અને તેમને સંપુર્ણ ટેકો જાહેર કર્યો છે

Videos similaires