વીડિયો ડેસ્કઃ આ વાત છે 26 મે 1999ની ઈંગ્લેન્ડના ટાઉટોનમાં ભારત અને શ્રીલંકા વચ્ચે વર્લ્ડકપ મેચ રમાવાની હતી શ્રીલંકાએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો પહેલાં બેટિંગ કરવા ઊતરેલી ટીમ ઈન્ડિયા માટે સદગોપન રમેશ અને સૌરવ ગાંગુલી ઓપનર હતા રમેશ પહેલી જ ઓવરમાં ચામિંડા વાસના બોલ પર બોલ્ડ થઈ ગયો જે બાદ ગાંગુલી સાથે દ્રવિડે મોરચો સંભાળ્યો પહેલાં તો બધાને એવું જ લાગ્યું કે, દ્રવિડ ટેસ્ટ પ્લેયર છે, તો તે એક તરફથી વિકેટ સંભાળીને રાખશે અને સ્ટ્રાઈક પર ગાંગુલી તોફાની બેટિંગ કરશે પરંતુ આ દિવસે ઇતિહાસના પાને કંઈક અલગ જ લખાવાનું હતું એક તરફ જ્યાં ગાંગુલીના બેટમાંથી રનોનો વરસાદ થઈ રહ્યો હતો, તો બીજી તરફ દ્રવિડે પણ બોલર્સની બરાબર ધોલાઈ કરી બન્ને બેટ્સમેનની ભાગીદારી એવી રહી કે, 45 ઓવર સુધી ભારતની બીજી વિકેટ જ ના પડી ગાંગુલી અને દ્રવિડે એ દિવસે 318 રનની રેકોર્ડબ્રેક પાર્ટનરશિપ કરી આઉટ થયા પહેલાં ગાંગુલીએ 158 બોલમાં 183 રન બનાવ્યા હતા, જ્યારે દ્રવિડે 129 બોલમાં 145 રન ફટકાર્યા હતા
ગાંગુલી અને દ્રવિડની તોફાની બેટિંગને કારણે ભારતે 50 ઓવરમાં 373 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 216 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ ભારતે આ મેચ 157 રનથી જીતી હતી આ દિવસે ટીમ ઈન્ડિયાએ મેચ જીતી તો ગાંગુલી અને દ્રવિડે કરોડો ક્રિકેટપ્રેમીઓના દિલ જીત્યા હતા