સુરતઃ આજે વલસાડ નગરપાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં વલસાડ નગરપાલિકાની ભાજપના સભ્ય ઉજેશ પટેલ મોં પર પાટી મારીને આવ્યા હતા અને રમકડાં પણ સાથે લઈને આવ્યા હતા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ કામ ન થતા હોવાને કારણે ઉજેશ પેટલે વિરોધ નોંધાવ્યો હતો અને ચાલું સામાન્ય સભામાં રમકડાંથી રમતા નજરે પડ્યા હતા વલસાડ નગરપાલિકામાં ભાજપની સતા છે છતાં ભાજપના સભ્યો દ્વારા કરવામાં આવતી રજૂઆતો અંગે કોઈ નિર્ણય ન આવતો હોય તો બીજાની રજૂઆતનું તો શું થતું હશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે