સુરતઃ સરથાણાના તક્ષશિલા આર્કેડમાં માર્યા ગયેલા માસૂમોના પરિવારને ન્યાય માટે જનતા સોસાયટીના લોકોએ લોહીથી એક પત્ર લખ્યો છે આ પત્ર આજે કલેક્ટરને
આવેદનપત્ર તરીકે અપાશે અને મુખ્યમંત્રીને પણ મોકલવામાં આવશે લોહીથી લખાયેલા પત્રમાં નાના કર્મચારીઓ સામે કામગીરી કરી મોટામાથાઓને બચાવવા બદલ તંત્રની ઝાટકણી કાઢી છે આ સાથે પત્રમાં તક્ષશિલા કાંડના તમામ બેદરકારી દાખવનાર જવાબદારો સામે ત્વરિત પગલાં ભરવાની માંગ કરી છે આ પત્ર કલેક્ટર સહિત, મુખ્યમંત્રી, મુખ્યસચિવ અને પોલીસ કમિશનરને પણ આપવામાં આવશે