માતાની હત્યાના આરોપી એવા સગા પિતા પર પુત્રએ કોર્ટમાં જ હુમલો કર્યો

2019-06-06 235

અમેરિકાના મુસ્કેગન કાઉન્ટીમાં સોમવારે ચાલુ કોર્ટમાં જ તેની માતાના હત્યાના આરોપી એવા તેના સગા પિતા પર જ હિચકારો હુમલો કર્યો હતો46 વર્ષીય વેશન ફ્લાવર્સ પર તેમની પત્ની જેમી થોમસની હત્યાનો ગુનો નોંધાયો હતો આરોપી એવો વેશન જ્યારે કોર્ટની સુનાવણી સમયે જ્યૂરીબોક્સમાં બેસીને તેના વકીલ સાથે વાતચીત કરી રહ્યો હતો ત્યારે મોકો જોઈને તેનો પુત્ર તેના પર ત્રાટક્યો હતો તેની માતાના હત્યારા એવા તેનાપિતાને સામે જોતાં જ તે રાતોપીળો થઈને વચ્ચે લગાવેલાં બેરિયર્સ કૂદીને તેની પાસે જવામાં પણ સફળ થયો હતો જો કે તરત જ ત્યાં હાજર રહેલપોલીસે તેને દબોચીને મહામહેનતે તેના પર કાબૂ મેળવ્યો હતો કોર્ટે પણ તેના આવા કૃત્યને ગંભીરતાથી લઈને તેને પણ કસ્ટડીમાં મોકલી દીધો
હતો આ ઉપરાંત તેના પર હવે પછીની કોર્ટની કાર્યવાહીમાં આવવા માટે પણ પ્રતિબંધ લગાવી દીધો હતો

Videos similaires