પાલનપુર: બનાસકાંઠાના પાલનપુરમાં ટેકાના ભાવે રાયડાની ખરીદી અચાનક બંધ કરી દેતા ટ્રેક્ટરો લઈને પોતાનો માલ ભરાવવા આવેલા 100 જેટલા ખેડૂતો રોષે ભરાયા છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે રાયડા ખરીદી કેન્દ્રના અધિકારીઓએ ગઈકાલે ઇદની રજા હોવાથી ખરીદી બંધ રાખી હતી અમે આજે રાયડો વેચવા આવ્યા છીએ અને ગેટ પાસ પણ અમે લીધો હતો પણ અહીં કોઈ અધિકારી હાજર નથી રાયડો ખરીદવાનું બંધ કરાયું છે