મેયર સાથે મુલાકાત ના થતાં જ સનકીએ ઓફિસમાં ખેલ્યો લોહિયાળ જંગ

2019-06-05 1,100

ઘરે જાતે જ બનાવેલા તરાપાથી દરિયાઈ માર્ગે રશિયાથી જાપાન જવાનો પ્રયત્ન કરનાર એક સનકી ફરીવાર પોલીસના ચોપડે ચડી ગયો છે રશિયાના યૂઝ્નો-સખાલિંસ્ક પોલીસે મેયરની ઓફિસમાં લોહિયાળ ખેલ ખેલવા બદલ તેની ધરપકડ કરી હતી આ સનકી સતત મેયરને મળવાના પ્રયત્નો કરી રહ્યો હતો જો કે કોઈ કારણોસર તેની મુલાકાત શક્ય બનતી નહોતી એક દિવસ તે આ ધક્કાઓથી કંટાળીને રિસેપ્શન પાસે જ ગુસ્સે થઈ જાય છે તેના આ ગુસ્સાનો ભોગ પણ ત્યાં બેઠેલો એક મુલાકાતી બન્યો હતો આ મુલાકાતી કંઈ સમજે તે પહેલાં જ એલેકઝાન્ડર નામના આ સનકીએ તેના પર જ કુહાડીથી હિંસક હુમલો કર્યો હતો મેયરની ઓફિસનો સ્ટાફ પણ તેના હુમલાથી બચાવવા માટે ધમપછાડા કરતો રહ્યો હતો આ હુમલાખોરે તે વ્યક્તિને કુહાડીના ઘા ઝિંકીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો પોલીસે પણ એલેકઝાન્ડરની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી સાથે જ તેણે વાપરેલી કુહાડી સહિત અન્ય હથિયારો પણ જપ્ત કર્યાં હતાં લોકલ મીડિયાના અહેવાલો મુજબ હુમલાખોર માનસિક રીતે બિમાર હતો

Videos similaires