આજના કિસ્સામાં અમે તમને પાકિસ્તાનનાં એકમાત્ર વર્લ્ડકપ ખિતાબથી જોડાયેલી એક ઘટના વિશે જણાવીશું ખરેખર તો 1992માં વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયામાં રમાવાનો હતો ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડને જ કપના દાવેદાર માનવામાં આવતાં હતા ભારતની ગણના પણ સારી ટીમોમાં થઈ રહી હતી પરંતુ, પડોશી પાકિસ્તાન તો દૂર-દૂર સુધી રેસમાં જ નહોતું ટીમ સારી હતી, પરંતુ દિગ્ગજ ઓલરાઉન્ડર ઈમરાન ખાનના સંન્યાસ બાદ નેતૃત્વની કમી વર્તાઈ રહી હતી જોકે પાકિસ્તાનનાં પૂર્વ રાષ્ટ્રપતિ જિયા-ઉલ-હક ક્રિકેટના શોખીન હતા માટે તેમણે ટીમનું પ્રદર્શન સુધારવા માટે વર્લ્ડ કપના થોડા સમય પહેલાં ઈમરાન ખાન સાથે વાત કરી ઘણી મુશ્કેલી પછી ઈમરાનને પાછો રમતમાં લાવી વર્લ્ડ કપ રમવા મનાવી લીધો ઈમરાન પરત ફર્યો અને કેપ્ટન બન્યો તેણે ઈંઝમામ-ઉલ-હક, વસીમ અક્રમ જેવા યુવા ખેલાડીઓ પર વિશ્વાસ મુકીને તેમને વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરી દીધા
એક વખત તો પાકિસ્તાન ટીમના પસંદગીકાર, ઈંઝમામને ટીમમાં લેવા માટે તૈયાર જ નહોતા તેમનું કહેવું હતુ કે, ઈંઝમામ ઓવરવેઈટ છે પણ ઈમરાને કહ્યું કે ‘મેં નેટ્સમાં 5 મિનિટ સુધી ઈમરાનની બેટિંગ જોઈ અને મને વિશ્વાસ છે કે, તેનામાં ઘણી પ્રતિભા છે’ આખરે ઈમરાનને તેની મનપસંદ ટીમ મળી ગઈ
લીગ રાઉન્ડની છેલ્લી મેચમાં પાકે રમીઝ રાજાની સદી વડે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતુપણ સેમિફાઈનલમાં મેચ ફસાઈ 263 રનના લક્ષ્યનો પીછો કરતા પાકે 140 રન પર મુખ્ય વિકેટ્સ ગુમાવી દીધી ઈંઝમામે 37 બોલ પર ધમાકેદાર 60 રનની ઈનીંગ રમી અને મિંયાદાદ સાથે 87 રનની ભાગીદારીથી મેચ જીતાડી દીધી ઈમરાન ખાનનો ઈંઝમામને ટીમમાં લેવાનો નિર્ણય સાચો સાબિત થયો ફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવી પાકિસ્તાને પહેલો અને અત્યાર સુધીનો એકમાત્ર ખિતાબ જીત્યો