સિધ્ધપુર: પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકાના આંકવી ગામમાં જૂથ અથડામણનો બનાવ બન્યો હતો જેમાં એક જ જ્ઞાતિના બે જૂથો ધારિયા અને તલવારો લઈ સામસામે આવી ગયા હતા જૂથ અથડામણમાં 100થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો બંને પક્ષે સામસામે ધારિયા અને તલવારો વિંઝાઈ હતી જેમાં અનેક લોકોને ઈજા થઈ હતી આંકવી ગામમાં ઠાકોર લોકોના બે જૂથો જૂની અદાવતમાં જૂથ અથડામણ સર્જાઈ હતી જેમાં બે જૂથના ટોળા હથિયારો સાથે સામસામે આવી ગયા હતા જેમાં એક મહિલા અને એક બાળકીને ઈજાઓ પહોંચી હતી ઉપરાંત એક જ પરિવારના 8 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા