નવી ઓફિસ ખોલવા બદલ 15 કિન્નરોએ આર્કિટેક પાસેથી પૈસા માંગ્યા, ના આપતા મારમાર્યો

2019-06-04 15,918

અમદાવાદ:શહેરના રાજપથ ક્લબ પાસે નવી ઓફિસ ખોલનાર આર્કિટેકને 10થી 15 કિન્નરોએ મારમાર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે કિન્નરોએ નવી ઓફિસ ખોલવાના બોનસ પેટે 30 હજાર રૂપિયાની માંગણી કરી હતી જે આપવાનો ઇન્કાર કરતા મારમાર્યો હતો વસ્ત્રાપુર પોલીસે રાયોટિંગ અને મારામારીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સાઉથ બોપલના ફ્લોરિડા રો-હાઉસમાં રહેતા અને રાજપથ ક્લબ પાસે વન વર્લ્ડ કેપિટલ કોમ્પ્લેક્સમાં ઓફિસ ધરાવી આકાશ ગોપલાણી આર્કિટેકનું કામકાજ કરે છે ગઇકાલે બપોરે આકાશના પટ્ટાવાળાએ ફોન કરી જણાવ્યું હતું કે, 10થી 15 કિન્નરો પૈસા માંગવા માટે આવ્યાં છે

Videos similaires