ઉનામાં પાણીનું ટેન્કર આવતા લોકોની પડાપડી, ટેન્કર ખાલી થતા હવેડામાંથી પાણી ભરવા મજબૂર

2019-06-04 130

ઉના:ગીર-સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એલમપુર ગામનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ટેન્કરમાંથી પાણી ભરવા માટે લોકો ટળવળી રહ્યાં છે ટેન્કરમાં પાણી ખાલી થઈ જતાં અનેક મહિલાઓ ખાલી બેડા સાથે પરત ફરવા મજબૂર બની હતી એટલું જ નહીં ઘણી મહિલાઓ પશુઓના હવાડામાંથી પાણી ભરવા મજબૂર બની છેઉનાના એલમપુરમાં પાણીની સમસ્યા હોવાથી પાણીનું ટેન્કર આવતા જ લોકોએ પાણી ભરવા માટે દોડ મુકી હતી પરંતુ ટેન્કર ખાલી થઈ જતા મહિલાઓ હવેડામાંથી પાણી ભરવા માટે મજબુર બની હની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે