સુરતઃ1-6-19ના રોજ ખટોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પોલીસ કર્મચારીઓના મારને કારણે ઓમપ્રકાશ પાંડેની તબિયત લથડી હતી તેને નવી સિવિલ ખસેડાયો હતો જ્યાંથી યુનિક હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં રાત્રિના સમયે ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો હાલ ઓમપ્રકાશનો મૃતદેહ નવી સિવિલમાં હોય આજે પરિવારમાંથી ઓમપ્રકાશનો મોટો ભાઈ અને સસરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને પોલીસ દ્વારા ઓમપ્રકાશને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું અને ન્યાય અપાવવા અપિલ કરી હતી