ડિનર દરમિયાન ક્વીનની પીઠ પર હાથ મુકી ટ્રમ્પે પ્રોટોકોલ ભંગ કર્યો

2019-06-04 8,132

અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પત્ની મલેનિયાની સાથે ઇંગ્લેન્ડની ત્રણ દિવસીય મુલાકાતે છે અહીં તેઓએ સોમવારે બંકિગહામ પેલેસમાં ક્વીન એલિઝાબેથ સાથે મુલાકાત કરી આ દરમિયાન એલિઝાબેથે ઘોડાની મૂર્તિ દર્શાવીને પુછ્યું કે, આ તમને યાદ છે? તેની સામે ટ્રમ્પ ગૂંચવણમાં પડી ગયા અને કહ્યું કે, યાદ નથી ત્યારે મલેનિયાએ કહ્યું કે, મારાં હિસાબે આ એ જ છે, જે આપણે મહારાણીને ગિફ્ટ આપી હતી સોશિયલ મીડિયા પર ટ્રમ્પની મજાક ઉડી રહી છે એટલું જ નહીં, ગત વર્ષની મુલાકાત બાદ ટ્રમ્પે આ વર્ષે પણ પ્રોટોકોલ ભંગ કર્યો હતો ટ્રમ્પે ઓનર સ્પીચ બાદ ક્વીનને પીઠ પર સ્પર્શ કર્યો હતો


ટ્રમ્પે જુલાઇ 2018માં વિન્ડસર પેલેસની મુલાકાત લીધી હતી તે સમયે આ જ ઘોડાની મૂર્તિ ગિફ્ટ તરીકે મહારાણીને આપી હતી તે સમયે ટ્રમ્પે ક્વીનને આ તસવીર ગિફ્ટમાં આપી હતી ટ્રમ્પનું સોમવારે બકિંગહામ પેલેસ પહોંચ્યા બાદ ભવ્ય સ્વાગત થયું તેઓને ગ્રીન પાર્કમાં બંદૂકોની સલામી આપવામાં આવી

Videos similaires