નેશનલ ડેસ્કઃ5મે, 2019ના રોજ, દિનેશભાઈ અને જયાબેન ભરેલી આંખે તેમની પુત્રી નિકિતાની પથારી તરફ કેક અને બલૂન લઈને જઈ રહ્યા હતા તેમની પુત્રી 13 વર્ષની થઈ ગઈ હતી અને તેના અગાઉના જન્મદિવસની ઉજવણીથી વિપરીત આ વખતે તેમની દીકરી મિત્રો સાથે ઘેરાયેલી હોવાને બદલે હોસ્પિટલના પલંગ પર પડી હતી તે પડખું ફરવામાં પણ સક્ષમ નથી કેટલા દિવસોથી તે આ પલંગ પરથી ઊભી પણ નથી થઈ તેના શરીર પર અનેક ટ્યૂબ લગાવેલી છે અને તેની આંખો સતત છત પર ચોંટેલી છે
માતા-પિતા બંને તેના પલંગની આજુબાજુ બેસી ગયા છે અને દીકરી સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ તે સતત છત સામે જોઈ રહી છે જયાબેન અસહાયપણે તેની તરફ જોઈ રહ્યા છે અને માર્ચની એ ભયાનક રાતને યાદ કરતા એ ઘટના વર્ણવતાં કહે છે, જેણે તેમની જીંદગી બદલી નાખી અને તેમની રમતી દીકરીને તેમની પાસેથી છીનવી લીધી 'રાતના લગભગ 1 વાગ્યે અમે તેનો મોટેથી રડતો અવાજ સાંભળ્યો અને અમે તેના રૂમમાં દોડી ગયા ત્યાં જોયું તો તે પથારીમાં પડીને શ્વાસ લેવા માટે મથામણ કરી રહી હતી તે પડખું પણ નહોતી ફેરવી શકતી મેં તેને ખોળામાં લઇને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેનું શરીર સખત બની ગયું હતું તેની સ્થિતિ અમારી સમજણથી બહાર હતી' જયાબેન યાદ કરતા કહે છે
'હું તેનો હાથ પકડીને તેને શાંત પાડવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે મારા પતિ પાડોશીના ઘરે તેમની કાર માગવા ગયા અમે તેને અડધી રાત્રે ત્રણ હોસ્પિટલ લઈ ગયા પરંતુ કોઈ તેની સ્થિતિ સમજી શક્યું નહીં જ્યારે ડોક્ટરોને ખબર પડી કે તેને શું થયું છે ત્યાં સુધીમાં તેની હાલત ગંભીર થઈ ગઈ હતી અમે હજી કંઈ વિચારીએ એ પહેલાં તેને પીઆઈસીયુમાં ખસેડવામાં આવી અમે એ આખી રાત ખૂબ રડ્યા' જયાબેન અને દિનેશભાઈ દીકરીની આ હાલત માટે અને તેની યોગ્ય કાળજી ન રાખી શકવા માટે પોતાને દોષિત માનવા લાગ્યા
આગામી 15 મહિના માટે, નિકિતા પીઆઈસીયુની અંદર બેભાન પડેલી રહી આખરે નિદાન થયું અને જાણવા મળ્યું કે નિકિતાને ભાગ્યે જ જોવા મળતો એવો ગુલિયન બેરે સિન્ડ્રોમ છે આ સિન્ડ્રોમ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે તે ખૂબ ઝડપી સમગ્ર શરીરમાં ફેલાઈ જાય છે અને લકવો કરે છે દીકરીને મળવા માટે માતા-પિતાને દરરોજ થોડી જ મિનિટો મળે છે આ સમય દરમિયાન તેઓ નિકિતા સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે અને તેઓ તેની સાથે છે એવી અનુભૂતિ કરાવે છે પરંતુ દીકરીને જીવન અને મૃત્યુ વચ્ચે લડતા જોઇને તેઓ પોતે પણ શ્વાસ લેવામાં અસમર્થ થઈ જાય છે અને નિરાશ હૈયે રૂમની બહાર નીકળી જાય છે જયાબેન અને દિનેશભાઈ આખો દિવસ રડતા પસાર કરે છે કારણ કે, તેઓ દીકરીને સાજી કરવા કંઈ કરી શકવામાં અસમર્થ છે
'અમારી પુત્રી જે એક સમયે બહુ ખુશ અને રમતિયાળ હતી તે હવે ખૂબ પીડાય છે અગાઉ, તે કલાકો સુધી વાતો કરતી હતી, અમને તેની શાળાની વાર્તાઓ કહેતી રહેતી હતી પરંતુ હવે તે વાત પણ કરી શકતી નથી તે ભાગ્યે જ રડી શકે છે હું તેના સ્મિતને જોવા માગુ છું અને તેના મોઢે મારું નામ સાંભળવા માગુ છું' દિનેશભાઈને રડતાં-રડતાં કહે છે
નિકિતાની સ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે તે તેના માતા-પિતાને ઓળખવાનો પ્રયાસ કરે છે જ્યારે પણ જયાબેન અને દિનેશભાઈ તેની સાથે વાતો કરે છે ત્યારે નિકિતા તેમને જુએ છે જો કે, તે હજી પણ હલનચલન નથી કરી શકતી અને બોલી નથી શકતી જ્યારે તેની માતા તેને મળવા જાય ત્યારે તે વાત કરવા સંઘર્ષ કરે છે પરંતુ તે એક શબ્દ પણ બોલી શકતી નથી જયાબેન તેનો હાથ પકડી રાખે છે અને તેને બ્રશ કરાવવાથી લઇને તેના વાળ ઓળવાનું બધું કામ કરે છે આ સૌથી મુશ્કેલ વસ્તુ છે જ્યારે માતાને પોતાના બાળકને આવી હાલતમાં જોવું પડે છે મારા આંસુને તેની સામે રોકી રાખવું બહુ મુશ્કેલ કામ છે' જયાબેન વાત કરતાં કહે છે
છેલ્લા કેટલાક મહિનાથી તેઓ દરરોજ પીઆઈસીયુની બહાર બેઠા રહે છે અને એક દિવસ તેમના બાળકને ઘરે લઈ જવાની આશા રાખે છે જો કે, નિકિતાની સ્થિતિ સુધરી રહી છે ડોક્ટરોએ માતા-પિતાને કહ્યું છે કે તેને થોડા વધુ અઠવાડિયા સુધી પીઆઈસીયુમાં રાખવાની જરૂર છે અને તેને વેન્ટિલેટર સપોર્ટ, ફિઝિયોથેરપી અને સંભાળની જરૂર છે આ સાથે, તેની આગળની સારવાર માટે આશરે 12 લાખ રૂપિયાની જરૂર છે જ્યારે ડોક્ટરોએ તેમને આ વિશે કહ્યું તો તેઓ વિશ્વાસ જ ન કરી શક્યા
દિનેશભાઈ જે દૈનિક વેતન મજૂર તરીકે કામ કરે છે, તેમની આવક અનિયમિત છે જ્યારે તેમને કામ મળે ત્યારે તે એક દિવસના 300 રૂપિયા કમાય છે પરંતુ દરરોજ તેમને કામ નથી મળતું તેમ છતાં, તેમણે તેમની પુત્રીની સારવાર માટે ભંડોળ ભેગું કરવા માટે કોઈ કસર બાકી નથી રાખી અત્યાર સુધી ભેગી કરેલી તમામ બચત તેમણે વાપરી નાખી છે અને આગળ સારવાર માટે તેમણે પોતાનું ઘર પણ ગિરવે મૂકી દીધું છે પરંતુ હવે અન્ય આવકની ગોઠવણ કરવી શક્ય નથી તેથી તેઓ હોલસ્પિટલના એક ખૂણામાં બેસીને રડી રહ્યા છે
'મારી પુત્રી જાણે છે કે તેના પિતા તેને કંઇ પણ થવા દેશે નહીં મેં તેને પાછી મેળવવા બધી બચત તેના ઉપચાર ઉપર ખર્ચી નાખી છે પરંતુ તે આખી અલગ જ દુનિયામાં પોતાના જીવન માટે લડી રહી છે મારે તેનો જુસ્સો મારી નથી નાખવો જો મને પૂરતી નાણાકીય મદદ નહીં મળે તો તેની સારવાર અટકી જશે અને હું તેને ગુમાવી દઇશ તમારું યોગદાન તેનું જીવન બચાવી શકે છે કૃપા કરીને મને મદદ કરો' દિનેશભાઈ વિનંતી કરી રહ્યાં છે