કેરળમાં ફરી એકવાર નિપાહ વાઈરસ પ્રવેશ્યો છે રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ એક દર્દીમાં આ વાઈરસ મળવાની વાત કરી છે એર્નાકુલમના 23 વર્ષીય એક વ્યક્તિનો પુણે વાયરોલોજી ઈન્સ્ટીટ્યૂટનો ટેસ્ટ રિપોર્ટ પોઝેટીવ આવ્યો છે
રાજ્યના 86 સંદિગ્ધ દર્દીઓની ડોક્ટરોની દેખરેખમાં સારવાર ચાલી રહી છે જો કે આ દર્દીઓમાં હાલ નિપાહ વાઈરસની પુષ્ટિ થઈ શકી નથી એર્નાકુલમ મેડિકલ કોલેજમાં બિમારીની સારવાર માટે અલગથી સ્પેશયલ વોર્ડ બનાવાયો છે 2018માં કેરળમાં નિપાહ વાઈરસથી અંદાજે 16 લોકોના મોત થયા હતા 750થી વધારે દર્દીઓને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે