સુરતઃસરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડમાં લાગેલી આગમાં 22 માસૂમોના મૃત્યું થયાં હતાં આ મૃતકોને ન્યાય અપાવવા અને આવી દુર્ઘટના ફરી ન બને તે માટે 350થી વધુ સંસ્થાઓ સાથે સેવા નામના સંગઠનની સ્થાપ્ના કરવામાં આવી હતી આ સંગઠન દ્વારા આજે પોલીસ કમિશનર, પાલિકા કમિશનર, ક્લેક્ટર, મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદનપત્ર આપીને જવાબદાર જીઈબી, પાલિકા અને ફાયરબ્રિગેડ સામે પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી