હનીમૂન મનાવવા લંડન ગયા હતા શ્રીકાંત અને વર્લ્ડ કપ જીતીને ભારત આવ્યા

2019-06-03 346

વીડિયો ડેસ્કઃ ટીમ ઈન્ડિયાનાં ઓપનર શ્રીકાંતે જણાવ્યું કે, ખરેખર તો કોઈ અમારી ટીમને દાવેદાર માનતું નહોતું આ વર્લ્ડકપ પહેલાં પણ અમે બે વખત વર્લ્ડકપ રમવા જઈ ચૂક્યા હતા અને એક જ વાર જીતી શક્યા હતાએ જીત પણ અમે પૂર્વ આફ્રિકા જેવી ટીમને હરાવીને મેળવી હતી જે કોઈ દેશ નહોતો પણ કેટલાક ગુજરાતીઓ અને કેટલાક આફ્રિકન ખેલાડીઓને ભેગા કરીને બનાવેલી ટીમ હતીએટલે બધા જ તેને લંડનમાં રજાઓ માણવાનો અવસર જ ગણી રહ્યાં હતાએમાં પણ મારા લગ્ન તેનાં થોડા દિવસ પહેલાં જ થયા હતા અને હું આને હનીમૂન મનાવવાનો સમય જ ગણી રહ્યો હતોલંડનમાં હનીમૂન મનાવીને ત્યારબાદ હું અમેરિકામાં કાયદેસર હનીમૂન મનાવવા જવાની તૈયારીમાં હતો કેટલાંક બીજા ખેલાડીઓ પણ મારી સાથે અમેરિકા ફરવા આવવાના હતા અમે ટિકિટ પણ બૂક કરાવીને રાખી હતી ત્યાર બાદ અમારી જીતની સફર આગળ વધતી રહીપરંતુ ત્યારે પણ અમને વિશ્વાસ નહોતો કે કોઈ આવો ચમત્કાર પણ થઈ શકે છે એટલે સુધી કે અમે અમારી ટિકિટ પણ કેન્સલ નહોતી કરાવી અમારા કેપ્ટન કપિલ દેવને છોડીને કોઈને વિશ્વાસ નહોતો કે અમે વર્લ્ડ કપ જીતી શકીએ છીએ અમે વેસ્ટઈન્ડિઝ સામે શરૂઆતની એક મેચ જીતી પણ લીધી હતી પરંતુ તેમણે ફાઈનલમાં વેસ્ટઈન્ડિઝને હરાવવાની વાત કરી તો મને લાગ્યું કે કેપ્ટન સાહેબ ગાંડા થઈ ગયા લાગે છે જે ટીમમાં ગ્રીનિઝ, હેન્સ, રિચર્ડસ, ગોમ્સ, લોઈડ જેવા જોરદાર બેટ્સમેન હોય અને હોલ્ડિંગ, રોબટ્સ, માર્શલ, ડેવિસ જેવા બોલર હોય તેને બીજી વખત કેવી રીતે હરાવી શકાય? પરંતુ કપિલને બહુજ વિશ્વાસ હતો અને એ જ એક વ્યક્તિ હતો કે જે બધાને આ વાતનો વિશ્વાસ અપાવવામાં લાગેલો હતો તેમના આ વિશ્વાસના બળે જ અમે કપ જીતવામાં સફળ થયા હતા મારે અમેરિકા જવાનો પ્લાન કેન્સલ કરવો પડ્યો અમે ભારત પરત ફર્યા એ વખતે મારે આ બુકિંગમાં 10,000 રૂપિયા ખર્ચ કરવા પડ્યા હતા તમે વિચારી શકો છો કે એ વખતે મારી હાલત કેવી થઈ હશેભલે, હું પછીથી અમેરિકા ગયો પરંતુ, કપિલના વિશ્વાસનું જ પરિણામ હતું કે એ પછી આખી દુનિયા ટીમ ઈન્ડિયાની ક્ષમતા પર વિશ્વાસ કરવા લાગી

Free Traffic Exchange

Videos similaires