રક્ષા મંત્રી બન્યાં બાદ રાજનાથ સિંહ પહેલી મુલાકાતે સિયાચિન પહોંચ્યા છે તેઓએ અહીં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી સિયાચિનમાં લગભગ 1100 જવાનોએ બલિદાન આપ્યાં છે અહીં તેમની સાથે સેના પ્રમુખ જનરલ બિપિન રાવત ઉપરાંત સુરક્ષા વિભાગના વરિષ્ઠ અધિકારી પણ હાજર રહ્યાં હતા આ ઉપરાંત ઉત્તરી સેનાના કમાન્ડર લેફટનન્ટ જનરલ રણવીર સિંહ, 14 કોપ્સ કમાન્ડર અને કારગિલ યુદ્ધના નાયક રહેલાં લેફટનન્ટ વાઈકે જોશી પણ ઉપસ્થિત રહ્યાં હતા
રાજનાથ નિયંત્રણ રેખા પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે:જવાનોને સંબોધિત કરતા રાજનાથ સિંહે કહ્યું કે આપણાં જવાનોએ સિયાચિન ગ્લેશિયર પર અદમ્ય સાહસ દેખાડ્યું છે અહીંની દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પૂરા સાહસ અને ઉત્સાહની સાથે જવાન દેશની સુરક્ષા કરે છે તેમના આ અતૂટ સાહસ અને શક્તિને સલામ વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ ક્ષેત્ર સિયાચિન ગ્લેશિયર પર રાજનાથ સિંહે નિયંત્રણ રેખા (LoC) પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે સિયાચિન પછી તેઓ શ્રીનગર જશે અહીં તેઓ સેનાના વરિષ્ઠ અધિકારીઓની સાથે બેઠક કરશે