મહિલાને લાત મારનાર MLA બલરામ થાવાણીનું નાટક, મહિલાને બહેન બનાવી મીઠાઈ ખવડાવી

2019-06-03 8,653

અમદાવાદ:નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ ગઇકાલે મહિલાને લાતો માર્યા બાદ હવે તેની પાસે રાખડી બંધાવી અને મહિલાને નાની બહેન ગણાવી તેની સાથે નાટકીય રીતે સમાધાન કર્યું છે ગઇકાલે જે મહિલા રજૂઆત કરવા આવી હતી તેની સાથે બેહૂદૂ વર્તન કર્યા બાદ આજે તેના ઘરે બલરામ પહોંચ્યા હતા મીડિયા સમક્ષ પણ તેને નાની બહેન બનાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું હતું મીડિયાએ પણ તેઓને સવાલ કરતા તેઓ જવાબ આપવાનું ટાળી ત્યાંંથી પલાયણ થઇ ગયા હતા બીજી તરફ ભોગ બનનાર મહિલાએ પણ ફરિયાદ નોંધાવ્યા બાદ હવે રાખડી બાંધી અને બલરામ થાવાણીનું મો મીઠું કરાવતા તેની ઉપર પણ દબાણ કરવામાં આવ્યું હોય તેવું જાણવા મળ્યું છે