ગોંડલ તાલુકાના વાછરા ગામે બોથડ પદાર્થના ઘા મારી મહિલાની હત્યા કરાઈ

2019-06-03 1

ગોંડલ:ગોંડલ તાલુકાના વાછરા ગામે મજૂરી કામ કરતી મહિલા ની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવતા તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતીપ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને મજૂરીકામ તેમજ ભંગાર વીણવાનું કામ કરતા વાલીબેન મનસુખભાઈ મકવાણા ઉમર વર્ષ 55 સવારના ગોંડલ સીમ રોડ પર લાકડા વીણવા ગયા બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી દરમ્યાન રોડ પર હત્યા કરાયેલી હાલતમાં તેઓની લાશ મળી આવતા તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી સાથે માનવ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ પ્રફુલભાઈ રાજગુરુ પણ એમ્બ્યુલન્સ લઇ પહોંચી ગયેલ હતા

Videos similaires