રિવરફ્રન્ટ પર હાઈડ્રોલિક રાઇડ 21 મીટર ઊંચે બંધ થતાં 29 લોકોને રેસ્ક્યુ કરી બચાવાયા

2019-06-03 2,844

અમદાવાદઃ આશ્રમ રોડ ખાતે વલ્લભસદનની પાછળ રિવરફ્રન્ટને કાંઠે આવેલા એમ્યુઝમેન્ટ પાર્કમાં રવિવારે મોડી સાંજે રાઈડનો હાઈડ્રોલિક સળિયો તૂટી જતાં 14 બાળકો સહિત 29ને 21 મીટરની હાઈટ પર ફસાઈ ગયાં હતાં ફાયરબ્રિગેડને મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે અનુભવના આધારે તાત્કાલિક 55 મીટરની હાઈટથી રેસ્કયુ કરી શકાય તેવું ટર્ન ટેબલ લેડર મોકલ્યું હતું અને ફાયરના જવાનોએ 20 મિનિટમાં તમામને રેસ્કયુ કરી નીચે ઉતારી લીધા હતા જો કે, આ રેસ્કયુની કામગીરી ચાલી રહી હતી ત્યારે પણ એમ્યુઝમેન્ટ પાર્કની અન્ય તમામ રાઇડસ ચાલુ હતી

Videos similaires