વલસાડમાં થાઇ યુવતીઓને સ્પાની આડમાં દેહ વિક્રયમાં ઢસેડાઇ, સંચાલિકા સહિત 3 યુવતીઓ ઝડપાઇ

2019-06-02 3,678

વલસાડ: આંતરરાષ્ટ્રીય સેક્સ વર્કર્સ ડેના દિવસે વિદેશી યુવતીઓને ભારતમાં લાવીને દેહવિક્રયમાં ધકેલવાનુ રેકેટ ઝડપાયુ છે વલસાડના સાઈ લીલા મોલમાં સ્પાની આડમાં ચાલતા સ્પામાં થાઇલેન્ડની યુવતીઓને લાવીને દેહવિક્રય કરવામાં આવતો હોવાની જાણ સ્થાનિક પોલીસને થઇ હતી પોલીસે છટકું ગોઠવીને ત્યાં રેડ કરતાં વિદેશી યુવતી અને તેની સંચાલિકા ઝડપાઇ હતી આ યુવતીઓની હાલ પોલીસે પુછપરછ હાથ ધરી છે બીજી તરફ સ્પાની સંચાલિકાની પોલીસે ધરપકડ કરીને ગુનો દાખલ કર્યો છે ચોંકાવનારી બાબત એ છે કે આ સ્પાની રેડમાં કચ્છના એક વેપારીનો પુત્ર પણ ઝડપાયો છે જેને બચાવવા માટે અનેક મોટા માથા સક્રીય થયા હોવાની વિગતો સુત્રો પાસેથી જાણવા મળી છે