અમદાવાદ: સુરતમાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 22 માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ફાયરબ્રિગેડની યોગ્ય કામગીરીના અભાવે મોટી સંખ્યામાં જાનહાની થઇ હોવાનું સામે આવ્યું છે ત્યાર બાદ રાજ્યભરમાં ફાયરબ્રિગેડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની સાથે લોકોને કઇ રીતે બચી શકાય તે માટેના ડેમોસ્ટ્રેશનનું પણ આયોજન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અમદાવાદના મેમનગર ફાયરબ્રિગેડ પાસે હોસ્પિટલમાં આગ લાગે તો બાળકોને અને પોતે કઇ રીતે બચી શકાય તે માટે ડેમોસ્ટ્રેશન યોજાયું હતું આ દરમિયાન ફાયરની ઘટના દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવી માહિતી આપવામાં આવી હતી