તેલંગાણાના કરીમનગરમાં આવેલા એક કૂવામાં પડેલા વ્યક્તિનું ગામલોકોએ ભેગા થઈને રેસ્ક્યુ કર્યું હતું ખેતરના ખૂણામાં બનાવેલા કૂવામાંરાજામૌલી નામનો યુવક અજાણતાં જ પડી ગયો હતો સતત બે દિવસ સુધી તે કૂવામાં જ ફસાયેલો રહ્યો હતો સદનસીબે ખેતરના માલિકે તેનોઅવાજ સાંભળીને તેને બહાર નીકાળવાની કવાયત હાથ ધરી હતી સ્થાનિકોએ પણ દોરડાના સહારે તેને ઉપર ખેંચીને બચાવ્યો હતો લોકોને પણએ વાતનું આશ્ચર્ય થયું હતું કે બે દિવસ સુધી તે ફસાયો તો પણ કોઈને ખબર નહોતી પડી સાથે જ વિષમ પરિસ્થિતિમાં પણ તે જીવતો રહ્યો