રાજકોટમાં દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસના દરોડા, 1100 લીટરના મટિરીયલનો નાશ

2019-06-02 272

રાજકોટ: ડીજીપી શિવાનંદ ઝાના આદેશ મુજબ અને રાજકોટ પોલીસ કમિશનરની સુચનાથી ત્રણ એસીપી, 2 પીઆઇ તથા જુદા જુદા 10 પોલીસ સ્ટેશનના 10 પીએસઆઇ અને 50 પોલીસ કર્મચારીઓની ટીમે રૈયાધારમાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર રેડ પાડી હતી રેડ પડતા જ દેશી દારૂ બનાવનારાઓ નાસી છૂટ્યા હતા પોલીસે આ વિસ્તારમાંથી 1100 લીટર દારૂ બનાવવા માટેનું મટિરીયલ અને 10 લીટર દેશી દારૂનો નાશ કર્યો હતો તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અગાઉ કુબલિયાપરામાં દેશી દારૂની ભઠ્ઠીઓ પર દરોડો પાડી 3 હજાર લીટર મટિરીયલનો નાશ કર્યો હતો

Videos similaires