વડોદરા કોર્પોરેશન દ્વારા 10 વર્ષમાં 415 દર્દીઓને 1.97 કરોડ રૂપિયા અપાયા

2019-06-01 216

વડોદરાઃમહાનગર સેવા સદન દ્વારા છેલ્લા 10 વર્ષમાં હ્રદય રોગની શસ્ત્રક્રિયા માટે શહેરના 415 લોકોને રૂપિયા 197 કરોડ ઉપરાંતની સહાય કરવામાં આવી છે વર્તમાન વર્ષ દરમિયાન વધુ 4 લાભાર્થીઓને મેયરના હસ્તે રૂપિયા 50 હજારના ચેક એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા મહાનગર સેવા સદન દ્વારા હ્રદય રોગની શસ્ત્રક્રિયા માટે એપ્રિલ-2010થી રૂપિયા 50 હજારની મર્યાદામાં સહાય કરવામાં આવે છે જે લાભાર્થી દ્વારા કોર્પોરેશન પાસે સહાય માંગવામાં આવે છે તે લાભાર્થીને કોર્પોરેશનની જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને સહાય કરવામાં આવે છે કોર્પોરેશન દ્વારા છેલ્લા 10 વર્ષમાં શહેરના 415 લોકોને હ્રદય રોગની શસ્ત્રક્રિયા માટે રૂપિયા 1,97,57,272ની સહાય કરવામાં આવી છે

Videos similaires