કૌટુંબિક ઝઘડામાં ભાઈએ કરી ભાઈની હત્યા, પત્ની અને પુત્ર ઇજાગ્રસ્ત

2019-06-01 1

ભાભર: ભાભરના બરવાળા ગામે કુટુંબિક ઝઘડાના કારણે ભાઈએ ભાઈની હત્યા કરતા સમગ્ર પથંકમાં ચકચાર મચી ગઈ છે પતિને બચાવવા વચ્ચે પડેલી પત્ની અને પુત્રને પણ ઈજાઓ પહોંચી હતી, જેથી બંન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે ઘટનાની જાણ થતા ભાભર પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે ભાભર તાલુકાના બરવાળા ગામે વારંવાર ખોટી ફરિયાદની અદાવત રાખી ઘરમાં સૂઈ રહેલા જીવાભાઈ વાહજીભાઈ પરમાર ઉપર તેમના ભાઈ નરસીભાઇ વાહજીભાઈ પરમાર અને બે ભત્રીજા જગદીશ નરશીભાઈ પરમાર અને રણજીત નરશી પરમાર હથિયારો સાથે ઘરમાં ઘૂસી ગયા હતા, અને ખાટલામાં સુઈ રહેલા જીવાભાઈ પરમારને છરી વડે આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું

Videos similaires