વીડિયો ડેસ્કઃ આજનો કિસ્સો વર્લ્ડકપમાં થયેલ એક મોત સાથે જોડાયેલ છે આ કિસ્સો એ વ્યક્તિનો છે જે કાનપુરમાં જન્મ્યા અને ઈંગ્લેન્ડમાં મોટા થયાક્રિકેટરથી પાકિસ્તાની કોચ સુધીની સફર કરી અને જમૈકાની હોટલનાં એક રૂમમાં તેનો દર્દનાક અંત આવ્યો આ મર્ડર હતું કે કુદરતી મોત એ આજે પણ રહસ્ય છે
વાત છે 17 માર્ચ 2007ની જમૈકાની રાજધાની કિંગ્સ્ટનમાં પાકિસ્તાન-આયર્લેન્ડ વચ્ચે વર્લ્ડકપ મેચ રમાઈ જેમાં પાકિસ્તાની ખરાબ રીતે હાર થઇઆ હારથી પાકિસ્તાની ટીમ વર્લ્ડકપની બહાર ફેંકાઈ ગઈ પરંતુ, એક દુર્ઘટના બનવાની હજી બાકી હતી 17 માર્ચ એટલે કે મેચ હાર્યાની રાત પાકિસ્તાનના કોચ બોબ વૂલ્મરના જીવનની છેલ્લી રાત સાબિત થઈ 18 માર્ચની સવારે કિંગ્સ્ટનની હોટલ પિગાસસના રૂમ નં 374માંથી તેમની ડેડબોડી મળી આવી
બોબ બાથરૂમમાં પડ્યા હતા શરીર પર કપડાં ન હતા મોઢાંમાં લોહી હતું અને બાથરૂમની દીવાલો પર ઉલટીઓનાં નિશાન હતા હાર્ટ એટેકથી મોત થયું હોવાની વાત આવી પરંતુ ડેડબોડી જોઈને સાધારણ મોત નહોતું લાગતું મોતના પાંચમા દિવસે કહેવામાં આવ્યું કે, આ મોત નહીં પણ મર્ડર છેજમૈકાના ડેપ્યુટી કમિશનર માર્ક શિલ્ડ્સે ધડાકો કર્યો કે વૂલ્મરનું મર્ડર કરાયું છે શંકા તો હતી જ પરંતુ શીલ્ડ્સની પ્રેસ કોન્ફરન્સ પછી મર્ડરનાં તમામ એન્ગલ પર વાતો શરૂ થઈ ગઈ ષડયંત્રોની સંભાવનાઓ પર વિચાર કરાયો ગળું દબાવીને માર્યા કે ઝેર આપીને માર્યા મોતના ચોથા દિવસે એટલે કે 21 માર્ચે તપાસના રિપોર્ટમાં ઝેર આપ્યું હોવાની વાત સાબિત નહોતી થઈ એટલે કે મર્ડર સાબિત નહોતું થઈ રહ્યું
વાતો એવી પણ થઈ કે બોબના મોત પાછળ સટ્ટાબાજોનો હાથ હતો કેમ કે, પાકિસ્તાનનું આયર્લેન્ડ સામે હારવું એક મોટો ઊલટફેર હતો એવામાં મેચ ફિક્સિંગની સંભાવનાઓને પણ નકારી શકાતી નહતી
કહેવાય છે કે આયર્લેન્ડથી હાર્યા બાદ વૂલ્મર ખૂબ વ્યથિત હતા મેચ બાદ બસમાં પણ તેમણે કોઈની સાથે વધુ વાત નહોતી કરી હોટલ પહોંચતા જ તે પોતાનાં રૂમમાં ચાલ્યા ગયા અને દરવાજો બંધ કરી દીધો બસ, તે પછી કોઈએ તેમને બોલતા નહોતા સાંભળ્યાં
મર્ડરના આરોપમાં પાકિસ્તાની ટીમની ઘણીવાર પૂછપરછ કરાઈ શંકાની સોય ઈંઝમામ ઉલ હક, મુશ્તાક એહમદ, શોએબ મલિક અને આફ્રિદી તરફ ફરતી રહી પરંતુ આજે પણ વૂલ્મરનું મોત એક રહસ્ય જ છે