સિરીયલ 'યે રિશ્તા'ની વધુ એક એક્ટ્રેસ શૉ છોડશે

2019-05-31 27

સ્ટારપ્લસની પોપ્યુલર સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈમાંથી વધુ એક એક્ટ્રેસ વિદાઈ લઈ રહી છે જી હાં સિરીયલમાં ગાયુનું કેરેક્ટર પ્લે કરી રહેલ એક્ટ્રેસ દેબોલિના ચેટર્જી આ શૉ છોડવાની છે જેના માટે તેણે છેલ્લા સીનનું શૂટ પણ કરી લીધુ છે પહેલા આ રોલ એક્ટ્રેસ કાંચી સિંહ પ્લે કરતી હતી જેના રોલને વધુ મહત્વ ન અપાતા તેણે આ શૉ છોડી દીધો હતો
જે બાદ દેબોલિનાએ આ રોલ નિભાવ્યો જોકે છેલ્લા ઘણાં એપિસોડમાં ગાયુનો રોલ વધારવામાં પણ આવેલો વધુ સ્ક્રિન ટાઇમ મળવા છતાં એક્ટ્રેસે આ શૉ છોડવાનો નિર્ણય કર્યો છે તેનું કારણ છે શૉમાં આવનાર 5 વર્ષનો લીપ ગેપ આવનારા દિવસોમાં શૉમાં 5 વર્ષનો લીપ આવશે જે બાદ દેબોલિના એક 5 વર્ષના બાળકની માતાનો રોલ કરવા નહોતી માગતી તેના આ નિર્ણયની ખબર તેણે પ્રોડક્શન હાઉસને પણ આપી દીધી છે કે હવે આગળ તે આ શૉ નહીં કરે જો શૉની ટીઆરપીની વાત કરવામાં આવે તો હિના ખાન, કરણ મેહરા, રાહુલ મેહરા અને પારૂલ ચૌહાણ જેવા સ્ટાર્સે અધવચ્ચે શૉ છોડી દીધો હોવા છતાં શૉની ટીઆરપીને કશો ફર્ક પડ્યો નથી આજકાલ શૉની કહાની શૉના લવબર્ડ્સ કાર્તિક અને નાયરાની આસપાસ ફરે છે એટલે તેના સિવાય કોઈ પણ કેરેક્ટર અદલબદલ થાય તો તેમાં સિરિયલને કોઈ ઈફેક્ટ થશે નહીં તે નક્કી છે

Videos similaires