અમદાવાદના નીમાજીની મોદીને અરજ, અયોધ્યામાં રામ મંદિર બનાવો; સાઇકલ પર ફરીને લોકોને સંદેશ આપે છે

2019-05-31 1,087

વીડિયો ડેસ્કઃ 2019ની લોકસભા ચૂંટણીમાં ભારે બહુમત સાથે વિજય થયાં પછી 30 મે, ગુરુવાર સાંજે 7 વાગ્યે નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળે રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યાં છે આ લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને આતંકવાદ સહિતના અનેક મુદ્દાઓ ચર્ચાયા હતાં પણ, ચૂંટણી પ્રચારમાં રામમંદિરનો મુદ્દો સાઇડમાં રહી ગયો હોય તેમ લાગી રહ્યું છે એવામાં મૂળ રાજસ્થાનના અને છેલ્લાં ઘણાં વર્ષોથી અમદાવાદના વેજલપુરમાં રહેતાં નીમાજી પ્રજાપતિએ રામ મંદિર નિર્માણ માટે મોદી સરકારને અરજ કરી છે

નીમાજી છેલ્લાં 15 વર્ષથી બેટી બચાવો, ગૌરક્ષા, સ્વચ્છતા અભિયાન અને રામ મંદિર જેવાં મુદ્દાઓ સાથે અલગ-અલગ રાજ્યોમાં સાઇકલ યાત્રા કરી રહ્યાં છે સાઇકલ યાત્રા દરમિયાન તેઓ જે તે ગામમાં પહોંચે ત્યાં શંખ અને ડમરું વગાડી લોકોને રામ મંદિર બનાવવાનો સંદેશ આપે છે DivyaBhaskar સાથેની વાતચીતમાં નીમાજીએ જણાવ્યું કે, ‘અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થાય તે માટે હું છેલ્લાં ઘણાં વર્ષોથી તેઓ સાઇકલ યાત્રા કરી રહ્યો છું મને પહેલેથી જ ભાજપ સાથે લગાવ છે એટલે, હું નરેન્દ્ર મોદી અને અમિત શાહને કહેવાં માગુ છું કે, જનતાએ ભાજપને ખોબે ખોબે મત આપ્યાં છે તો, હવે જલ્દીથી રામ મંદિરનું કાર્ય પૂર્ણ કરવામાં આવે’

Videos similaires